ચોર અને ચકોરી - 45

(19)
  • 2.9k
  • 2
  • 1.4k

(ગયા અંકમાં તમે વાંચ્યું કે જીગ્નેશ રહેમાનને કહે છે "જ્યારે મને લાગશે કે ચોરી એ મારી આદત નહી પણ મજબૂરી હતી ત્યારે હુ બા બાપુ ને પગે લાગી ને કહીશ કે હુ જ તમારો જીગલો છુ.") હવે આગળ.. "ઠીક છે હું દરેક રીતે તને સાથ સહકાર આપીશ. જીગ્નેશ.હવે કહે કે તું મારી પાસે મદદ માંગતો હતો ને? શું મદદ જોઈએ છે બોલ તને?" રહેમાને પૂછ્યુ." મને રહેવા માટે એક ઓરડીનો બંદોબસ્ત કરી દે દોસ્ત. અને પછી કોઈ કામ પણ મને શોધી આપ. જે પણ કામ હશે એ હું કરીશ."જીગ્નેશે કહ્યુ."તારે ઓરડી લેવાની કોઈ જરૂર નથી જીગા. તું અમારી સાથે રહેજે.