પદમાર્જુન - ( છેલ્લો ભાગ )

  • 2.1k
  • 1
  • 688

રાજસભામાંથી બધા જઈ રહ્યા હતા ત્યાં અર્જુને કહ્યું, “પદમા,મારે તારી શાશ્વત, શ્લોક અને રેવતી સાથે એક ચર્ચા કરવી છે.”અર્જુનની વાત સાંભળીને તેઓ રાજસભામાં જ રોકાયા અને બાકીનાં બધા ચાલ્યા ગયા. અર્જુને શ્લોક અને શાશ્વત સામે જોયું અને કહ્યું, “શ્લોક,શાશ્વત મને સારંગ પર જરા પણ ભરોસો નથી.મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણે બધા જો રણમેદાનમાં ચાલ્યાં જઈશું તો સારંગ જરૂર પાછળથી પદમાને લઈ જવાનો પ્રયત્ન કરશે.માટે હું ઈચ્છું છું કે તમે બંને અને રેવતી પદમાને કોઈક સુરક્ષિત જગ્યાએ લઈ જઈ તેનું રક્ષણ કરો.” “પરંતુ અર્જુન સારંગ બહુ શક્તિશાળી છે.”શાશ્વતે કહ્યું. “મિત્ર શાશ્વત, તું ચિંતિત ન થા.મારી સાથે મારો પરિવાર અને વિદ્યુત