દશાવતાર - પ્રકરણ 27

(158)
  • 3.9k
  • 3
  • 2.1k

          “માનવો નહીં.”           “તો?”           “વાનરરાજ અને તેની ધર્મસેના.”           “વાનરરાજ.,, ધર્મ સેના...” એ શબ્દો વિરાટ માટે અજાણ્યા નહોતા. ના, એ શબ્દો તેણે ક્યાક સાંભળ્યા હતા. કદાચ આગગાડીમાં.... જે નિર્ભય સિપાહી તેની મદદે આવ્યો હતો એ જય વાનરરાજ અને જય ધર્મસેના એમ બોલ્યો હતો.           “વાનરરાજ અને તેની સેનાને દેવતાઓ હિંસક જાનવરો કહે છે. એ સેના બરફના પહાડોમાં રહે છે.”           “હિમાલયમાં...?” ગુરૂ જગમાલે વિરાટને કહ્યું હતું કે ઉત્તરમાં છેક છેડાના ભાગે બરફના પહાડ છે