સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -37

(80)
  • 5.8k
  • 5
  • 3.6k

સોહમે એનાં બોસને રજા આપવા રીકવેસ્ટ કરી અને એ ઘરે આપવા નીકળ્યો. એનાં બોસને થોડું આશ્ચર્ય થયું કે સોહમ આમ અચાનક રજા લેવા કેમ નીકળ્યો ? પણ હમણાંથી એનું કામમાં પરફોર્મન્સ સારું હતું એટલે એનાં ઉપર ખુશ હતાં એટલે કહ્યું સારું તું જઈ શકે છે પણ ઘરેથી કામ પૂરું કરીને મને રીપોર્ટ કરી દેજે. સોહમે થેન્ક્સ કહ્યું અને નીકળી ગયો. સોહમ ઓફીસ બિલ્ડીંગમાંથી નીચે ઉતર્યો અને એની નજર સ્ટ્રીટનાં અંદરનાં ભાગ તરફ પડી...એનાં આશ્ચર્ય વચ્ચે એણે જોયું એની નાની બહેન સુનિતા અંદર તરફ જઈ રહી છે એણે જોયું આતો અઘોરીની જગ્યા તરફ જઈ રહી છે અને સુનિતા આ સમયે અહીં