‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 17-18

  • 3.1k
  • 1.3k

17 સમય ખબર નહીં ક્યારે પસાર થઈ ગયો.... સભ્યતા માત્ર ક્યાંય પાછળ રહી ગઈ નથી, હવે એની જરૂરિયાત પણ અનુભવાતી નથી. એક આદિમ પવિત્ર સમયમાં જઈ રહ્યાં છીએ અમે. ન ક્યાંય લાઇટ, ન પાણી, ન નળ, ન ટોઇલેટ, ન ગટર. સમયમાં સ્થિર એક ગામ છે, નામ છે પ્રયાગ. ઉંચાઇ સાડા ચૌદ હજાર ફૂટ. માનસરોવરને રસ્તે અમારો છેલ્લો પડાવ. જાણે પાંચસો વર્ષ પાછળ ચાલ્યા ગયાં હોઈએ, પોતાના પૂર્વજોને મળવા. એક સુંદર હોલમાં છ પલંગ મૂકેલા છે. માટીની છત. તિબેટી રંગોથી દીવાલ રંગેલી છે. દીવાલ પર બોર્ડ છે, લીલા, વાદળી, લાલ રંગનું. પ્રકૃતિના મૂળ તત્વના રંગ. જેથી કોઈ ભૂલે નહીં, તે એનાથી