શ્રાપિત - 34

  • 2.9k
  • 2
  • 1.2k

બધાં મિત્રો, આકાશ અને પરિવારના સભ્યો ગાડીમાંથી ઉતર્યા.‌ ગાડીમાંથી ઉતરીને બધાં મિત્રો આમતેમ જોવા લાગ્યાં. લગ્ન સ્થળે કોઈ ઉપસ્થિત નહોતું. " આકાશ આપણે કોઈ બીજાના ઘરે આવી પહોંચ્યા એવું લાગી રહ્યું છે ". સમીર બધાં તરફ જોતાં બોલ્યો. સુધા અને સવિતાબેન પણ આમતેમ જોવા લાગ્યાં. ઘર તો આ જ હતું. કાચી માટીનું દેશી નળીયા વાળું જુનવાણી ઘર હતું. લાકડાંની બનાવટનાં ટેકે ઘરની છત આધારિત હતી. પતળાવાળી નાનકડી ડેલી ખોલીને સમીર અંદર આંગણામાં આગળ વધવા લાગ્યો.‌ જેવો સમીર આગળ વધ્યો ત્યાં એક પુરુષ સમીરની સામે અચાનક આવી પહોંચ્યો. લગભગ સાડા છ ફુટની ઉંચાઈ ખડતલ ગામઠી બાંધો અને ગળામાં વીંટાળી રાખેલું મફલર