અતીતરાગ- ૫૪વાત છે, એંસીના દસકની ફિલ્મ એવોર્ડની ચર્ચા કરીએ તો, તે સમયે ફક્ત એક ‘ફિલ્મફેર’ એવોર્ડ સંસ્થાનું જ અસ્તિત્વ હતું. ચાર દાયકા પહેલાં અપાયેલા એ ફિલ્મફેર એવોર્ડનો રેકોર્ડ, આજે પણ કોઈ તોડી નથી શક્યું.સૌથી નાની વયે મેળવેલાં પ્લેબેક સિંગરનો રેકોર્ડ. કોણ હતું એ સિંગર ? કે, જેણે ગાયેલા ગીતની ઘેલછા અને લોકપ્રિયતા આજે ચાર દાયકા પછી પણ અકબંધ છે. શું નામ હતું એ ફિલ્મનું ? વધુ વિગત જાણીશું આજની કડીમાં.આજે જે કિસ્સાનો ઉલ્લેખ કરી રહ્યો છું, તે વર્ષ ૧૯૮૧ના સમયગાળાની વાત છે.એકમાત્ર ‘ફિલ્મફેર’ સંસ્થા હિન્દી ફિલ્મ જગત સાથે સંકળાયેલા કલા કસબીઓને તેના અપ્રતિમ પ્રતિભાની સરાહના કરવાના સબબ માટે એવોર્ડ આપી