વળાંક - ભાગ 3 - છેલ્લો ભાગ

(21)
  • 4k
  • 1
  • 1.8k

ગતાંકમાં વાંચ્યું.... કામ્યાને મળવા નીરજ આબુ આવે છે. બંને વચ્ચે વાર્તાલાપ થાય છે અને બંને પોતપોતાના હૃદયનો ભાર હળવો કરે છે. બંનેની વાતચીત પુરી થાય છે ત્યાં કારના દરવાજે કોઈ નોક કરે છે. નીરજ બહાર નીકળી જુએ છે તો સામે નંદિની ઉભી હોય છે.... હવે આગળ..... શારીરિક સ્વસ્થતા સાથે માનસિક સ્વસ્થતાનો તાલમેળ મેળવતો નીરજ સામે ઉભેલી નંદીનીને જોઈ લાગેલા આંચકાને છુપાડવા મથતો ચહેરા પર પરાણે સ્મિત લાવી ઉભો રહ્યો. "નીરજ... પૂછીશ નહિ હું અહીંયા ક્યાંથી, કેમ, કેવી રીતે??" નંદિનીની આંખોમાં ઉઠેલી રોષની લહેરખી નીરજથી છાની ન રહી. કામ્યા પણ કારનો દરવાજો ખોલી બહાર આવી અને નીરજની અડોઅડ ઉભી રહી ગઈ.