વળાંક - ભાગ 2

  • 3.2k
  • 1
  • 1.8k

ગતાંકમાં વાંચ્યું...... ગુડગાંવમાં રહેતી નંદિની અગ્રવાલ મોડી રાતે આબુ પહોંચે છે ત્યારે વરસાદ વરસતાં એને ટેક્સી ન મળતા એની કામ્યા ત્રિપાઠી નામની યુવતી સાથે એની ટેક્સીમાં હોટેલ પહોંચે છે. કામ્યાનો ચહેરો એને જાણીતો લાગે છે..... હવે આગળ.... કામ્યા ત્રિપાઠી, સુરતના જાણીતા ડાયમંડ મર્ચન્ટ સત્યવાન ત્રિપાઠીની બે દીકરા સાકેત અને શિખર પછી જન્મેલી લાડકી દીકરી. એના જન્મ પછી સત્યવાન ત્રિપાઠીનું નામ ડાયમંડ બિઝનેસમાં ટોચ પર પહોંચ્યું હતું. નામ પ્રમાણે જ ગુણ ધરાવતા સત્યવાન ત્રિપાઠી દીકરી કામ્યા માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેવા તૈયાર હતા અને એમની પત્ની બેલા ત્રિપાઠી તદ્દન વિરુદ્ધ સ્વભાવ ધરાવતી અહંકારની પૂતળી પણ જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી પણ મધ્યમ