વળાંક - ભાગ 1

  • 4.2k
  • 1
  • 2.1k

કાળા વાદળો વિખરાવાનું નામ નહોતા લેતા. કાળા ડિબાંગ આકાશમાં એકેય તારો ટમટમતો નહોતો દેખાતો. વચ્ચે વચ્ચે ઝબુકતી વીજળીના અજવાળે અલપઝલપ આકૃતિઓ ઝડપથી ટ્રેનની વિરુદ્ધ દિશામાં પસાર થતી દેખાઈ રહી હતી. નંદિનીએ રિસ્ટવૉચમાં જોયું તો સાંજના 7:50નો સમય થયો હતો. હજી તો અજમેર જંકશનથી દસ મિનિટ પહેલા જ ટ્રેન આગળ વધી હતી. આબુ સ્ટેશન આવવાને હજી અઢીથી ત્રણ કલાકની વાર હતી. નંદિની ફરી નોવેલ વાંચવામાં લાગી ગઈ. એની સામેની સીટ પર બેસેલા આધેડ વયના દંપતી લાગતા કાકા અને કાકી પોતાની સાથે લાવેલ ટિફિન ખોલી જમવા બેઠા હતા. એમણે નંદિનીને વિવેક-આગ્રહ કર્યો પણ નંદિનીએ નમ્રતાપૂર્વક ના પાડી પાછી પુસ્તકમાં ખોવાઈ ગઈ. ***