એક અંધારી રાત્રે - 9

  • 3.3k
  • 2
  • 1.9k

9. હું ચોંકી ગયો. હું સહેજ ડોકું નમાવું તો તેનાં ચીક બોન પર કીસ કરી શકું એટલી તે મારી નજીક હતી. પણ મને તેને કીસ કરવા કરતાં એક જોરદાર તમાચો મારી લેવાની ઈચ્છા થઈ આવી. હું તેને કમરેથી પકડીને ઊભો હતો, તે મારા ખભે બે હાથ રાખી મને દાદરાના કઠેડા સાથે દબાવે ત્યાં લાઈટ આવી ગઈ એટલે હું દાદરાને ટેકે, તે મારે ટેકે હોય એટલી નજીક. આમ તો આ રોમેન્ટિક પોઝ કહેવાય. રાજકપૂરની ફિલ્મોનો લોગો હોય એવો. તેણે ફરી ખડખડાટ મુક્ત હાસ્ય કર્યું. "..., કેવી મઝા આવી?" તેણે મને નામથી સંબોધી પૂછ્યું. "મઝા કેવી? હું તો ડરી ગયેલો. મને તારી