6. તેના ઘરના ઘડિયાળમાં ત્રણ ટકોરા પડ્યા. આસુરી શક્તિઓ માટેનો શ્રેષ્ઠ સમય. મારામાં ભગવાનને યાદ કરવાની પણ તાકાત નહોતી. તે ઊભી થઈ મારી સામે આવી. હવે હું ગયો. એણે જ કહેલું કે અંજામની કલ્પના કરી હશે. ડરના માર્યા મેં આંખ બંધ કરી દીધી. કાઈં થયું નહીં. એણે થોડી ઘણી લાઈટ આવતી હતી તે પણ કાચની બારી પરનો પડદો બંધ કરી અટકાવી. ફરી એક મીણબત્તીનો પ્રકાશ મારાં મોં પર પથરાયો. મીણબત્તી ક્યાંથી આવી? મને હવામાં મીણબત્તી અધ્ધર હોય તેવો ભાસ થયો. પણ કદાચ એ કોઈ ટીપોય કે એવી વસ્તુ પર હશે! અંધારામાં મીણબત્તી નીચે પણ કાઈં દેખાયું નહીં. હું થોડી વાર