5. હું કોફી બનાવવા લાગ્યો અને તે ડ્રોઈંગ રૂમમાં ગઈ. મારા વિચારોએ એકાંતમાં જોર પકડ્યું. ચારે બાજુ સંપૂર્ણ અંધકાર. એક મીણબત્તી, સામે ગેસ, દીવાલ પર મારો જ મીણબત્તીનાં અજવાળાંમાં મોટો, ધ્રૂજતો પડછાયો અને એકદમ ભેંકાર શાંતિ સાથે વચ્ચે વચ્ચે ઓચિંતો બહાર ક્યાંક વરસાદના પાણીનો ટપકવાનો માણસનાં પગલાં જેવો અવાજ. હું એકદમ થરથર ધ્રુજવા લાગ્યો. શું તે ચુડેલ હતી? શું તે કોઈ આત્મા હતી? હું કિચનમાં હતો. મેં પાછળ ડોર પર એક દેશી કેલેન્ડર જોયું. આજે અમાસની તિથિ હતી. અમાસના તો ભૂત પ્રેત, ચુડેલ, ડાકીની ને એવું બધું પૂરી તાકાતથી તેની શક્તિઓ અજમાવતું હોય છે એવુંએવું વાંચેલું. મારાં રૂંવાડાં ઊભાં થઈ