એક અંધારી રાત્રે - 4

(14)
  • 4.2k
  • 1
  • 3.1k

4. મારાં મોંમાંથી જોરથી એક ચીસ નીકળી ગઈ. મારો અવાજ પણ ફાટી ગયેલો. તે ખડખડાટ હસી. "આવા ફટાકડા જેવા ફૂટડા જુવાન થઈને શું ચીસાચીસ કરો છો? રિલેક્સ. જે થાય એ જોયા કરો. હવે આવા ભર વરસાદમાં, આવી ઘોર અંધારી રાત્રે અહીં આવ્યા પછી કોઈ વાત તમારા હાથમાં નથી." તેણે કહ્યું. ફરી મને એક ભયનું લખલખું આવી ગયું. લાઈટ નહોતી. આસપાસ રસ્તાઓ પર પણ પાવર ગયો હોય તેમ લાગ્યું. ઘરમાં તો એટલું ઘોર અંધારું હતું કે અમે એકબીજાને જોઈ શકતાં ન હતાં. કદાચ એ મને જોઈ શકતી હશે? હું ઊંડા શ્વાસ લેતો ચૂપ રહ્યો. થોડી ક્ષણો એકદમ શાંતિ રહી. "કોઈ આવ્યું