એક અંધારી રાત્રે - 2

(17)
  • 4.2k
  • 2
  • 2.6k

2. એ સાચે જ એક સ્ત્રી હતી. યુવાન સ્ત્રી. એકદમ ડીમ લાઇટમાં હું જોઈ શક્યો કે તે એકદમ ગોરી, લગભગ સફેદ ત્વચા અને લાંબા કાળા વાળ ધરાવતી હતી. યુવાન ઉપરાંત ખાસ્સી સુંદર સ્ત્રી હતી. હું અથડાયો એટલે તે થોડી પાછળ ખસી ગઈ. મને તેના યૌવનસભર અંગોનો ખ્યાલ આવ્યો. તેણે મારી સામે નહીં પણ મારી પીઠ પાછળથી થઈ મેઈન ડોર તરફ જોયું ને દૃષ્ટિ ત્યાં ઠેરવી. જાણે રીમોટનું બટન દબાયું હોય તેમ ડોર કદાચ બહારથી આવેલાં પવનનાં ઝાપટાંથી જોરથી અથડાઈને, ફરી એ કર્કશ ચીં.. અવાજ કરતું બંધ થઈ ગયું હતું. ફરી બહારથી આવતા પવનમાં પછડવા જતું હતું પણ જાણે બહારથી આગળીઓ