એક અંધારી રાત્રે - 1

(20)
  • 6.4k
  • 4
  • 3.4k

1. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આકાશમાંથી જાણે અનેક ધોધ વહી રહ્યા હતા. વચ્ચે વચ્ચે વીજળીના ચમકારા આંખ આંજી દેતા હતા અને ગડગડાટ કાનમાં તમરાં બોલાવી દેતા હતા. રસ્તાઓ ઉપર પાણી તો એટલાં વહેતાં હતાં જાણે કોઈ નદી સંગમ સ્થળની નજીક હોય. એક તો થોડી મોડી રાત્રી, ઉપરથી ઘનઘોર વાદળોથી કાળું ડીબાંગ અંધારું તો હતું જ, સાથે વરસાદમાં રોડ લાઈટો પણ બંધ પડી ગઈ હતી. વાતાવરણ ખૂબ સૂમસામ હતું. રડ્યાં ખડયાં વાહનો મારી આગળ પાછળ જતાં હતાં. હું મારું બાઈક પાછળ પાણીના પટ્ટા ઉડાડતો ખૂબ ધીમેધીમે, ક્યાંક ખાડામાં ન પડી જવાય તેનું ધ્યાન રાખી સાચવીને જતો હતો. આગળ કશું દેખાવું