કેશગુંફન

  • 3.3k
  • 1.1k

આજે નિશાળમાં ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે કેશગુંફનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિશાળની બધી જ છોકરીઓ એમાં ભાગ લેવા માટે ખૂબજ ઉત્સાહિત હતી. ગામડાંની છોકરીઓ વાળમાં હેરસ્ટાઈલ કરવામાં બહુ હોંશિયાર હતી.જ્યારે સ્પર્ધાનો દિવસ આવ્યો ત્યારે ધોરણ -૮ની એક છોકરી વીણા એક ખૂણામાં ઉદાસ થઈને બેઠી હતી. વીણા આ વર્ષે બીજી સ્કૂલમાંથી એડમિશન લઈને અહીં નવી આવી હતી. એને આમ ખૂણામાં ઉદાસ બેઠેલી જોઈને એની બહેનપણીઓએ પૂછ્યું, "કેમ વીણા, તું અહીં આમ બેઠી છે ? કંઈ થયું છે કે શું?"વીણાએ જવાબ આપ્યો," ના, કંઈ થયું નથી પણ આજે મારો કોઈ મૂડ નથી." "પણ કેમ? આજે તો આપણી સ્કૂલમાં કેશગુંફનની સ્પર્ધા