મારી ડાયરી - 5 - નારી તું નારાયણી ના હારી

  • 2.9k
  • 1.3k

આજે ફરી એકવાર મારે એક એવી નારાયણીની વાત કરવી છે કે, જેની પાસેથી કુદરતે એનું બધું જ છીનવી લીધું છે, છતાં પણ એ હિંમત નથી હારી અને આજે પણ એ એની લડાઈ ખૂબ જ હિંમતથી લડે છે. એવી એ વ્યક્તિ કે, જેને જોઈને મને પહેલો વિચાર એ જ આવ્યો કે, નારી તું નારાયણી.આજે મારે આપ સૌ ની સમક્ષ મારી એક ખાસ મિત્ર રાધાની મારે આજે વાત કરવી છે. હા, મારી એ મિત્ર રાધા મૂળ જૂનાગઢની રહેવાસી. હજુ તો એણે કોલેજ પૂરી જ કરી હતી અને ત્યાં જ એના માટે લગ્નનું માંગુ આવ્યું. બંને પરિવારો વચ્ચે મુલાકાતો થઈ અને બધાને બધું