પાવાગઢ માતાજીનાં દર્શને જાઓ ત્યારે....સૌને જય માતાજી....પાવાગઢમાં બે મહત્વના ડુંગર છે.એક ડુંગર ઉપર મહાકાળી માતનાં બેસણા છે.બીજા પૂર્વ તરફ ડુંગર ઉપર "મહાકાળી" માતાની બહેન "ભદ્રકાળી"નાં બેસણાં છે.ભદ્રકાળી માતાના ડુંગર ઉપર જવા માટે હજુ સુધી કોઈ વ્યવસ્થા નથી.કઠિન પગદંડીથી ડુંગર ઉપર જવુ સાહસિક ભક્તોનું કામ છે.એટલે ત્યાં જવા યાત્રિકો ભાગ્યેજ જોવા મળે છે.પાવાગઢ જવા માટે ચારે બાજુથી મોટાં તમામ શહેરોથી મુખ્ય ધોરીમાર્ગની સગવડ છે.બીજું મહત્વનું કે ત્યાં જવા માટે દરેક ડેપોની ડાયરેક્ટ એસ.ટી.બસની યાતાયાત છે.અગાઉ રિઝર્વેશન કરાવી જઈ શકો છો.જો પોતાનાં વાહનથી જવુ હોય તો એક દિવસ શાંતિથી રોકાય તે રીતે જાઓ તો પાવાગઢ ફરતે ઘણાં જોવાલાયક સ્થળો છે.તે જોઈ શકાયઃ