એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૦

  • 3.2k
  • 1.3k

"દેવે અહીંયા આવી ફક્ત એની જ ઝિંદગી નથી બદલી પણ અમારા બધાની બદલી છે.અને આ બધામાં એક નિર્દોષને ઘણું સહન કરવું પડ્યું છે" "તમે નિતુની વાત કરો છો ને?" "હા,નિત્યાએ દેવ માટે ઘણું કર્યું છે.દેવને એની કદર છે અને નિત્યાની ફિકર પણ છે બસ જતાવતો નથી" "હા,મેં પપ્પાની આંખોમાં નીતુ માટે પ્રેમ જોયો છે" "પ્રેમ છે પણ સ્વીકારે તો ને"જસુબેન મનમાં બોલ્યા છતાં કાવ્યાને સંભળાયું તેથી કાવ્યાએ પૂછ્યું,"મતલબ?" "કંઈ નહીં" "બોલોને,સ્વીકાર નથી કરતા મતલબ?" "આપણને દેખાય છે કે દેવ નિત્યાને પ્રેમ કરે છે પણ એ પોતે એ પ્રેમનો સ્વીકાર નથી કરતો.કારણ કે......" "સલોનીના કારણે જ ને?" "હા" "તો શું પપ્પા