એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૭

  • 2.9k
  • 1.2k

કાવ્યાના જીદ કરવાથી જસુબેન કાવ્યાને સલોની વિશે જણાવવા માટે તૈયાર થઈ ગયા.વાત શરૂ કરતાં પહેલાં જસુબેન કાવ્યા પાસેથી પ્રોમિસ લેતા બોલ્યા,"હું તને બધું જ કહીશ પણ એના પહેલા મને એક પ્રોમિસ આપ" "એ જ ને કે હું આ વાત કોઈની પણ સાથે શેર ના કરું?" "હા,નિત્યા સાથે પણ નહીં" "પ્રોમિસ નાની,જલ્દી કહો કે સલોની છે કોણ?" "સલોની આપણા જીવન માટે એક શ્રાપ પુરવાર થઇ છે" "શ્રાપ.....એ કેવી રીતે?" "આજ આપણી જિંદગી કઈક અલગ હોત,જો એ આપણી લાઈફમા.....સોરી દેવની લાઈફમાં ન આવી હોત" "મતલબ?" "મતલબ કે અત્યારે આપણે જે પણ છીએ એ એના કારણે છીએ" "હા,એ તો સારી બાબત છે ને?.......તો