પાર્ટી પત્યા પછી કાવ્યા અને જસુબેન વાતચીત કરી રહ્યા હતા.વાતો વાતોમાં કાવ્યાએ પૂછ્યું,"જસુ,આ સલોની કોણ છે?" "અરે,મારે તો આજે ગોળી લેવાની રહી જ ગઈ,તારી માં ને ખબર પડશે તો હમણાં દોડતી આવશે"જસુબેને જાણે કાવ્યાનો પ્રશ્ન સાંભળ્યો જ ના હોય એમ વાત બદલીને બોલ્યા. "હા,મમ્મીને જપ જ નથી" "વાહ,આજના દિવસમાં બે વાર"નિત્યાને મમ્મી કહેવા પર ફરી જસુબેને કાવ્યાની મજાક ઉડાવી. "શું?" "નીતુ નહીં પણ મમ્મી" "હું ક્યાં બોલી" "તું બોલી" "હશે,મને યાદ નથી" "ઓકે,સુઈ જા.હું પણ સુઈ જાઉં છું" "મારે તો કાલ રજા એટલે હું તો આજે લેટ નાઈટ સુધી મુવી જોઇશ" "સારું તારે જે કરવું હોય એ કરજે,જય શ્રી ક્રિષ્ના"