જીવન સાથી - 62

(36)
  • 6.8k
  • 2
  • 3.1k

દુલ્હનના રૂપમાં સજેલી સંજના ધીર ગંભીર અને ખૂબજ સુંદર લાગી રહી હતી જાણે રાજકુંવરી જ જોઈ લો તેને માંયરામાં પધરાવવાની જ વાર હતી અને જાન આવે તેની રાહ જોવાઈ રહી હતી. અને એટલામાં તો ચઢે ઘોડે દિપેન જાન લઈને આવી ગયો હતો. જેટલી રાહ સંજના દિપેનની જોઈ રહી હતી તેટલી જ રાહ અશ્વલ આન્યાની જોઈ રહ્યો હતો. ક્રીમ કલરના શેરવાની સૂટમાં અને ક્રીમ કલરની મોજડી પહેરીને વરરાજાના પહેરવેશમાં સજ્જ દિપેન લગ્નના હોલની બહાર આવીને ઉભો રહ્યો હતો અને સંજનાને તેને હાર પહેરાવવા માટે બહાર ગેટ પાસે લાવવામાં આવી દિપેનને તેના ફ્રેન્ડ્સે ઉંચકી લીધો હતો એટલે સંજનાને પણ હાર પહેરાવવા માટે