ચોરોનો ખજાનો - 18

(12)
  • 3.8k
  • 2.2k

સંપૂર્ણ નકશો ધિરેનભાઈ સગરિયાના ઘરેથી આવ્યા એને બે દિવસ થઈ ગયા હતા. ખુશીના સમાચાર એ હતા કે નકશાનો ત્રીજો ટુકડો ડેનીની ચાલાકીથી મળી ગયો હતો. પણ એ ખુશી અત્યારે કોઈના ચહેરા પર દેખાઈ રહી ન્હોતી. બે દિવસથી કોઈએ શાંતિથી ઊંઘ ન્હોતી લીધી. કોઈ ધરાઈને જમ્યું ન્હોતું. પણ પોતાની જીવન જરૂરી પ્રક્રિયાઓ ન કરવાથી જે મુશ્કેલી આવી પડી હતી તે કંઈ જવાની ન્હોતી. ધિરેનભાઈના ઘરે પેલી છડી માંથી જે નકશાનો ત્રીજો ટુકડો મળ્યો હતો તેની પાછળ ચોથા ટુકડાનું લોકેશન હોવું જોઈતું હતું પણ તે ત્યાં ન્હોતું. નકશાનો ચોથો ટુકડો ક્યાં હશે એ અત્યારે કોઈ જાણતું નહોતું. એટલે બધા જ ઉદાસ થઈને