યુવાનીની ભૂલ ''હો…માય ગોડ, શું થઇ ગયું મારી દીકરીને. સાંભળો છો, જલ્દી અહીંયા આવો.” બહુ જ ગભરાઇ ગયેલ અનુ જોરથી બૂમ પાડી રહી હતી. તેની બૂમો સાંભળી રૂમમાં પલંગમાં આડો પડેલો પરાગ પણ ગભરાતો ગભરાતો જેની દીકરીના રૂમની બાજુમાં ભાગ્યો જ્યાંથી અનુનો અવાજ આવી રહ્યો હતો. રૂમનુ દ્રશ્ય જોઈ જેના હોંશકોશ ઉડી ગયા. કાવ્યા રૂમની લાદી પર બેહોશીની હાલતમાં પડી હતી અને અનુ તેની આઘીપાછી કરી હલાવી હોંશમાં લાવવાનો પ્રયત્ન કરી રહી હતી. ‘‘શું થયું, કાવ્યા આમ અચાનક મુછીઁત કેવી રીતે થઇ ગઈ ?” ‘‘ખબર નહીં, સવારે મેં કેટલીય વાર બૂમ પાડી પરંતુ તે બહાર ન આવતાં એટલે