મિત્ર કે શત્રુ

  • 1.7k
  • 3
  • 662

મિત્ર કે શત્રુ ઘરે પરત આવતાં રાતના અગિયાર વાગ્યા હતા. હરેન્દ્ર કારમાંથી ઉતરી સીધો તેના રૂમમાં દોડી ગયો. આજે તે આખી રાત હિરલનીયાદોમાં સ્વપ્ના બનાવીને તેની સાથે વિતાવવા માંગતો હતો. પરંતુ સીડી ચડતી વખતે જ માતાએ ટોક્યો અને પૂછ્યું બેટા, "કેવી હતી છોકરી ?"‘‘મંમ્મી, આપણે સવારે નિરાંતે વાત કરીશું," એવો ટૂંકોટચ જવાબ આપીને હરેન્દ્ર પથારીમાં જતાં જ લાબો નિસાસો નાખ્યો.આજે ભાઇ-ભાભી સાથે હરેન્દ્ર છોકરી જોવા ગયા હતો. ચાર-પાંચ કરતાં વધુ છોકરીઓ જેણે જોયેલ હતી, આ બધામાં એક શ્રેષ્ઠ છોકરી તે આજે જોઇને આવેલ હિરલ હતી. હિરલ જેના નામ મુજબ જાજરમાન નમણી નાર શોભાયમાન નારી હતી. ઉત્કૃષ્ટ સરસ કુટુંબ, તેનું ઉચ્ચ