રૂદીયાની રાણી - 17

(15)
  • 2.6k
  • 1.4k

( ભાગ -૧૭) બીજે દિવસે સવારે રૂહ હજી બેડ પર ઊઠીને બેઠી હોય છે. અરે મારો રૂહ દિકરો ઊઠી ગયો.ભરતભાઈ બન્ને બહેનોના રૂમમાં આવ્યા.રૂહ જવાબ આપે એ પહેલા તો સીમા જવાબ આપી દે છે રૂહ દિકરો અને સીમા દિકરો પણ હો મને તો પૂછ્યું પણ નહિ. રૂહ ને જ પપ્પા પ્રેમ કરે છે.મને નહિ કેમ પપ્પા?અરે એવું કંઈ હોય મારે મન તો મારી બેઉ ચકલીઓ સરખી. આ વાતો સાંભળી રૂહના મોં પર સ્માઇલ આવે છે.જુઓ તમારી દિકરીને હસાવી દીધી ને પપ્પા.હા હવે ચાપલી ના થા સીમા.ભરતભાઈ રૂહને ગાડીની ચાવી આપે છે.આ લે તારી ગાડીની ચાવી.આજ service થઈ આવી ગઈ છે.