મારી ડાયરી - 2

  • 3.3k
  • 1.5k

કેન્સર સામેનો જંગ જીત્યો મારી પ્રિય સખી ડાયરી,આજે તો હું તને એક એવી સન્નારીની વાત કહેવાની છું કે, જેણે કેન્સર જેવી ગંભીર બીમારીને માત આપીને એની સામેનો જંગ જીત્યો છે. ખરેખર મારી દ્રષ્ટિએ તો એમણે નારી તું નારાયણી એ કહેવતને ખરાં અર્થમાં સાર્થક કરી છે.જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં મને રીસર્ચ સાયન્ટીસ્ટ તરીકેની નોકરી મળી ગઈ હતી. નોકરીના પહેલા દિવસે હું ખૂબ જ ખુશ હતી. એક નવો અનુભવ લેવા માટે હું એકદમ સજ્જ થઈ ગઈ હતી. મને ત્યાંના Multidisciplinary research unit માં નોકરી મળી હતી કે, જેમાં અલગ અલગ વિભાગના ડોક્ટરોએ રિસર્ચ કરવાનું હોય છે. અને અમારે એમના રીસર્ચમાં એમને મદદ