"છુપાયેલી શકિત"'યાદ કરાવે તો હું બહાર આવું'દરેક મનુષ્યમાં ઘણી બધી શક્તિ છુપાઈને (Hidden power) રહેલી હોય છે. મોટા ભાગે મનુષ્યને પોતાનામાં રહેલી કે છુપાયેલ આ શકિતને જાણતો હોતો નથી. ખાસ કરીને આ શકિતઓ મન સાથે સંતુલન રાખીને કાર્ય કરતી હોય છે. આ છુપાયેલ શકિતને બહાર કાઢવા માટે પોતાનાં દ્વારા અથવા બીજા દ્વારા એક પ્રેરક બળ જોઈતું હોય છે. જેને આપણે યાદશકિત કહીએ છીએ. સૌ પ્રથમ યાદશક્તિ અને પછી શરીર શકિત કાર્ય કરતી હોય છે. આથી શરીર શકિતને કાર્ય કરવાં માટે યાદશકિતને વધારે કાર્યક્ષમ રાખવી પડે છે. આમ તો જીવનમાં બંનેનુ મહત્વ ઘણું છે. "જો મનુષ્યને પોતાની યાદશકિતને વારંવાર યાદ કરાવવામાં