સૌ વાચકમિત્રોને નવા વર્ષની શુભકામનાઓ. આપનું વર્ષ શુભ રહે તેમજ આપ તેમજ આપનો પરિવાર નીરોગી રહે તેવી શુભકામનાઓ. લવ રિવેન્જ પ્રકરણ-22 “તું નવરાત્રિમાં કુર્તા ક્યાંથી લેવાનો છે...!?” પ્રેમ રોનકને મેસેજમાં પૂછી રહ્યો હતો. થોડીવાર પહેલા થયેલી બબાલથી માંડ વાતાવરણ નોર્મલ થયું હતું. નેહા હજીપણ શાંતિથી તેણીનો ફૉન મંતરી રહી હતી. “ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ સામેથી સિદ્ધાર્થનો કૉલ આવ્યો. “સિદ્ધાર્થ....!?” હળવું આશ્ચર્ય અનુભવી પ્રેમે સિદ્ધાર્થનો કૉલ રિસીવ કરવા સ્ક્રીન ઉપર સ્વાઈપ કર્યું. "હાં બોલ સિદ્ધાર્થ...!" પ્રેમ ફોન ઉપાડીને બોલ્યો. "પ..પ્રેમ....!" સામેથી લાવણ્યાનો રઘવાયો સ્વર સંભળાયો "સિદ્ધાર્થ...સ....સિડનો એક્સિડેંન્ટ થઈ ગ્યો...! તું તું...જ...જલ્દી .....આવને પ્લીઝ..!" "ઓહ ગોડ....!"