જ્ઞાન પંચમીનું રહસ્ય

  • 3.2k
  • 2
  • 1.2k

*જ્ઞાન પંચમીનું રહસ્ય....* જ્ઞાનપંચમીનો પવિત્ર દિવસ....... નૂતન વર્ષના મંગલમય પ્રારંભનું આ પહેલું પર્વ સૂચવે છે કે..... શરીરના તમામ અવયવોથી શરીર સંપૂર્ણ હોય પણ જો આંખ ન હોય તો માણસ જ્યાં ત્યાં લથડીયા કે ઠોકરો ખાય છે, તેમ ધર્મની આરાધના દ્વારા જીવનશુદ્ધિના પંથે સફળતા મેળવવા માટે જરૂરી જ્ઞાનદ્રષ્ટિ વિનાનો શક્તિશાળી માણસ પણ ચોરાશીના ચક્કરમાં અથડાયા જ કરે છે. માટે વિશિષ્ટ જ્ઞાનદ્રષ્ટિના વ્યવસ્થિત વિકાસ માટે આજના પવિત્ર પર્વના રહસ્યને સમજવાની જરૂર છે. જ્ઞાનના રહસ્યોને સમજીએ તે પહેલા જ્ઞાનના પ્રકારો વિશે જાણીએ [1] *મતિજ્ઞાન:-* મન અને ઇન્દ્રિયોની સહાયતાથી ધર્મને જાણી શકવાની જ્ઞાનશક્તિ તે મતિજ્ઞાન છે [2] *શ્રુતજ્ઞાન:-* શાસ્ત્રના વચન સાંભળવાથી થતા જ્ઞાનને શ્રુતજ્ઞાન