કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 47

(29)
  • 7.4k
  • 3
  • 5.5k

આકાશે પોતાના બધાજ ફ્રેન્ડ્સ સાથે પરીની ઓળખાણ કરાવી. આકાશના બધાજ ફ્રેન્ડ્સ ખૂબજ સારા ઘરથી બીલોન્ગ્સ કરતા હતા એટલે પરીને થયું કે, " ના ના આકાશનું ગૃપ તો સારું જ છે. " થોડી વાર બધા બેઠા થોડા ગપ્પા માર્યા અને પછી એક ખૂણામાં બે ત્રણ હુક્કા મૂકેલા હતા તે બહાર કાઢવામાં આવ્યા અને તેની અંદર કંઈક ભેળવીને એક પછી એક બધા તે હુક્કો ફૂંકવા લાગ્યા. ગોળ ગોળ ફરતો ફરતો હુક્કો આકાશ પાસે આવ્યો એટલે આકાશે પણ લગાવ્યો અને પછી પરીને ઓફર કરી... પરીએ તો ના જ પાડી દીધી કે, " ના ના, મને આ બધું નહીં ફાવે " એટલે આકાશના એક