મોટાભાગે તોફાની લાગતો દરિયો આજે જાણે પરિપક્વ બન્યો હોય એવું લાગતું હતુ... એના શાંત મોજા નો અવાજ કોઈ શાસ્ત્રીય સંગીત જેવુ લાગતું હતું.... કલબલ કરતાં પંખીઑ પણ જાણે એમાં સૂર પુરવતા હોય એવો મધુર અવાજ કરતાં હતા.... ધીમે ધીમે વાતા પવન માં કિનારે આવેલી નારિયેળી જાણે નૃત્ય કરતી હોય એમ જુલતી હતી... કિનારા ઉપર આવતા દરેક મોજા જાણે કિનારા ની રેતી ને આલિંગન કરતાં હતા.... ક્ષિતિજ ઉપર આથમતો સુરજ જાણે આવા સુંદર મજા ના વાતાવરણ માં મદમસ્ત લાગતો હતો.... એની સોનેરી કિરણો થી દરિયા ની રેતી ચમકી રહી હતી. સામેથી દરિયો ખેડીને સાજે ખલાશીઓ પાછા ફરી રહ્યા હતા... થોડે