ખૂની ખેલ - 12

(18)
  • 3.5k
  • 1.6k

પ્રકરણ ૧૨રીચલ સીધી જીએમ પર ત્રાટકી. પણ આંખનાં પલકારામાં તો યોગી ઈશ્વરચંદે સ્વસ્થતા પાછી મેળવી લીધેલી અને તેમણે રીચલ કરતાં પણ વધુ ત્વરાથી પોતાની પાસેની ૐ કોતરેલી અને મંત્રોથી સિધ્ધ કરેલી પવિત્ર લાકડી જીએમનાં શરીર પર મૂકી દીધી. બરાબર લાકડી મૂક્યાંની ક્ષણે જ રીચલે જીએમનાં શરીર બેસી જીએમને ઝંઝોડ્યાં. આમ તો આ બંને ક્રિયા પ્રતિક્રિયા એટલી બધી ઝડપથી બની ગઈ હતી કે કોઈને શું પહેલાં બન્યું અને શું પછી તે દેખાયું કે સમજાયું નહોતું. જીએમનાં શરીર પરની લાકડીનો સ્પર્શ થતાં જ રીચલ ત્રાડ નાંખી ઊઠી. અને ત્યાંથી દૂર ઉછળીને પડી. હવે તેનાં ક્રોધનો પાર રહ્યો નહોતો. તેણે ઊભાં થઈને દોડીને