પ્રકરણ ૩ તે આઘાતથી એક ઝાટકા સાથે ઉછળી પડી! તેના જોરના ઝાટકાથી તેના ગળા પાસેની પકડ છૂટી ગઈ અને જીએમ તથા રીચલને જોરથી ઉછળીને નીચે પડ્યાં. તે એકદમ દિગ્મૂઢ બની ગઈ. શું થઈ રહ્યું છે, કે પછી શું બોલવું, તેને કાંઈ જ સમજાયું નહીં. તેના ગળા પર પડી ગયેલાં દાંતનાં જખમમાંથી લોહી દડદડતું તેનાં કપડાં પર પડવા લાગ્યું. તે બીકનાં માર્યાં બેભાન બની ગઈ. તેણે આંખો ખોલી ત્યારે સવાર પડી ગઈ હતી. તેને રાતની ઘટનાનો બિલકુલ જ અણસાર પણ નહોતો રહ્યો. કશું જ યાદ નહોતું. બસ, શરીર બહુ દુખતું હતું. પણ આજે તો મીટીંગ હતી. તે પીડા સાથે ઊભી થઈ