પ્રકરણ ૧નાનપણથી જ પરિધિ હસમુખી અને બોલકી હતી. કોઈને પણ મળે થોડી જ ક્ષણોમાં એ સામેની વ્યક્તિનું દિલ જીતી લેતી. તેના હાસ્યમાં અને તેની નજરમાં એક જાતનું સંમોહન હતું. તેનામાં એક અદભુત વાક્છટા હતી, જે સામેની વ્યક્તિને મીનીટોમાં કન્વીન્સ કરી દેતી! જેને મળતી તેને બધાંને પોતાનાં બનાવી દેતી! આજે તેની પહેલી જોબનો ઈન્ટરવવ્યુ હતો. તે એકદમ એક્સાઈટેડ હતી. ‘જોબ મળશે? નહીં મળે?’ અને મળી જાય તો પછી? તેનું પરફોર્મન્સ કેવું હશે? તેના બોસને તેનું જોબનું પરફોરમન્સ ગમશે? એને જોબ પર ફાવશે? બોસ સારાં હશે કે મીન? બીજાં બધાં એમ્પ્લોઈઝ કેવાં હશે? મનમાં જાતજાતનાં પ્રશ્નો ઉદભવતાં અને તે સમયે તેની પાસે