આભડછેટ

(13)
  • 4k
  • 1
  • 1.3k

દિવાળી એટલે એક પર્વ. જે ભારતની સાથે સાથે જ્યાં જ્યાં ભારતીય ત્યાં ત્યાં દિવાળીની ઉજવણી. દિવાળી એટલે અમીર થી લઈને ગરીબ સુધી, નાના થી લઈને મોટા સુધી બધાં જ ઉજવે, અને ઉજવાય. માણસના રોજિંદા જીવનમાં કંઈ ફેરફાર ન આવે તો તેની જિંદગી સાવ પાણી જેવી ફીક્કી અને નિરસ થતી જાય એટલે જ આવા તહેવારો, મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હશે. જેવી દિવાળી આવવાની હોય એટલે બાળકો થી લઈને બુઠ્ઠા દાદા દાદી સુધીના બધાં લોકો ખરીદીમાં વ્યસ્ત થઈ જતાં હોય છે. કપડાં, કટલેરી, કોસ્મેટિક અને શુઝ ચંપલ આ બધી જ વસ્તુઓની ખરીદી પૂર જોશમાં થાય છે. કોઈ લોકો ફરવા, તો કોઈક લોકો