શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાનો ઈતિહાસ

  • 3.5k
  • 1
  • 1.1k

શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાનો ઈતિહાસશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો દિવ્ય પ્રભાવ છે. એમની કૃપા જે પામે છે તે ધન્ય બની જાય છે.જૈનોના અત્યંત પ્રિય પ્રભુજીનું નામ છે 'શ્રી પાર્શ્વનાથ' આ એક એવા પ્રભુજી છે જે ગત ચોવીશીના સમયથી પૂજાય છે.ગત ઉત્સર્પિણી કાળમાં પણ ચોવીસ તીર્થકર ભગવાન થયા, તેમના નવમાં તીર્થકર ભગવાન એટલે શ્રી દામોદર સ્વામી. દેવો અને મનુષ્યો અને પશુઓ સૌ એમને નમે.મધુર અને મહિમાવંતી એમની વાણી. જ્યાં પધારે ત્યાં સૌનું કલ્યાણ કરે. એમનું મુખ નિહાળે તેનું દુ:ખ ટળે, સુખ અને શાંતિ પામે.એકદા, શ્રી દામોદર સ્વામી પાસે એક શ્રાવક આવ્યો, આષાઢી એનું નામ.એ સમયે આષાઢી ખૂબ ધનાઢય હતો અને ખૂબ ધાર્મિક