ચોર અને ચકોરી - 44

(17)
  • 2.7k
  • 1
  • 1.3k

("ચકોરી તમારી પાસે નથી આવી તો એ ક્યા જઈ શકે છે?" કાંતુના પ્રશ્નનો માસીએ ત્વરિત ઉત્તર આપ્યો." સીતાપુર") હવે આગળ વાંચો.... "માસી તમે એક કામ કરો અમારી સાથે દોલત નગર અંબાલાલ શેઠ પાસે ચાલો. અને એમને જ તમે જે કંઈ જાણતા હો એ કહો." કાંતુએ માસીને કહ્યુ." પણ તું જ મારી પાસેથી જાણી લેને જે જાણવું હોય એ.મને ક્યાં ઠેઠ દોલતનગર નો ધક્કો ખવરાવે છે." માસીએ કંટાળાજનક અવાજે કહ્યુ. પણ કાંતુએ તરત મેણું માર્યું." કા પૈસા જોતા તા ત્યારે દોલત નગર નો ધક્કો ધક્કો નહોતો લાગ્યો?હાલ છાની માની."કાંતુએ કરડાકી થી કહ્યુ.પછી માસી પાસે ગાડીમાં બેસવા સિવાય બીજો કોઈ રસ્તો ન