સોરઠ તારાં વહેતાં પાણી - 56 - છેલ્લો ભાગ

(22)
  • 11.5k
  • 3
  • 2.5k

૫૬. ઉપસંહાર “ટીડા મહાાજ !” શેઠે પોતાના બૂઢા રસોઈયાને તેડાવ્યો, કહ્યું : “મૂરતબૂરત નથી જોવાં, ઘડિયાં લગન લેવાં છે. મારે કન્યાદાન દેવું છે. કાલ સવારે અહીં રાજનું કે સરકારનું બુમરાણ મચે તે પહેલાં પતાવવું છે. છે હિંમત ?” “હવે હિંમત જ છે ના, ભાઈ !” ટીડાએ બોખા મોંમાંથી થૂંક ઉરાડતે ઉરાડતે કહ્યું. “તમારેય જેલમાં જવું પડે કદાચ !” “પણ તમ ભેળું ને ?” “હા, મને તો પે’લો જ ઝાલે ને !” “ત્યારે ફિકર નહિ, હું અનુભવી છું, એટલે તમને જેલમાં વાનાં માત્રની સોઈ કરી દઈશ.” “સાચું. તમે કેમ ન ડરો તે તો હવે યાદ આવ્યું.” ટીડો મહારાજ સાત વર્ષની ટીપમાં