અતૂટ બંધન - 6

  • 3.5k
  • 2.1k

(વૈદેહી પોતાની કિસ્મતને કોસતી એનાં ભૂતકાળમાં ખોવાઈ જાય છે જ્યાં સાર્થક સાથે વારંવાર એની મુલાકાત થાય છે. સાર્થક આ મુલાકાતને કિસ્મતનું નામ આપે છે અને એની સામે મિત્રતાનો હાથ લંબાવે છે પણ વૈદેહી આટલું જલ્દી એની સાથે મિત્રતા કરવા નથી માંગતી. હવે આગળ) સાર્થક તો વૈદેહીની દરેક અદા પર દિવાનો થઈ ગયો હતો. એની વાત કરવાની રીત, એની નીડર આંખો, એની સ્માઈલ સાર્થકને વધુ ને વધુ ઘાયલ કરી રહી હતી. સાર્થક તો વૈદેહી સાથેની ત્રણ જ મુલાકાતમાં એને એનું દિલ દઈ બેઠો હતો. પણ એની વ્યથા એ હતી કે જેણે એનાં દિલને છંછેડ્યું હતું એનું નામ સુધ્ધા એને ખબર નહતી.