જાદુઈ ડબ્બી - પ્રકરણ 6

  • 2.9k
  • 1.3k

ભાગ 5માં રસ્તો ભૂલી આમ તેમ ભતકતા રાજકુમારે જ્યારે પાણી માંગ્યું. પરંતુ પાણી તો પાછળ ચાલતાં સિપાઈઓ સાથે રહી ગયું. હવે, જંગલમાં ફસાયેલા તરસ્યાં રાજકુમારને પાણીની સાથે કંઈ રીતે વૈદેહીનો પણ ભેટો થશે તે જોઈએ ભાગ 6માં. *********************** ઘણીવાર રખડ્યા બાદ તેમને સૂરજને એકદમ પોતાની ઉપર આવતા જોયો, ઘોડા પણ થાકી ગયા હતા. એટલે બંને એક ઊંચા ટેકરા પર ગયા અને જંગલમાં નજર ફેરવવા લાગ્યા. ચારેતરફ બસ ઝાડવા જ હતા. ઘણઘોર જંગલમાં તેઓ ખરા ફસાયા હતા. એવામાં સિપાઈની નજર બે ઘટાદાર લીમડા ઉપર પડી અને તેની તરત જ સામે એક નાનું તળાવ હતું. એટલે સિપાહી બોલ્યો, “રાજકુમાર ચાલો મારી પાછળ