પ્રેમ - નફરત - ૫૩

(39)
  • 4.4k
  • 3
  • 2.8k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૩રચનાએ સંજનાને મળવા જવાનું ગોઠવી દીધું હતું. એ માટે આરવને કોઇ કારણ આપવું જરૂરી હતું. સંજના સાથે એ બહુ મહત્વની વાત કરવા જવાની હતી. તેની આગળની યોજનાને આગળ ધપાવવા સંજનાનો સાથ જરૂરી હતો. આરવ સાથે તે હનીમૂન મનાવવા આવી હતી. બંને ફાર્મહાઉસમાં બે દિવસ રોકાવાના હતા. તે આજે શહેરમાં કોઇ કામથી જવાની વાત કરે તો આરવને શંકા જાય એમ હતી. આખરે તેને મમ્મીને મળવાનું બહાનું હાથવગું લાગ્યું. આરવ એ માટે ના પાડી શકશે નહીં.આરવ ઊઠ્યો એટલે રચનાએ મમ્મીની તબિયતની ખબર લેવા જવા માગતી હોવાનું કહી જ દીધું. આરવને નવાઇ લાગી કે હજુ ગઇકાલે જ