હાસ્ય લહરી - ૭૨

  • 3k
  • 1
  • 936

હસતા ચશ્મા..!                                                   ટેલીવિઝનકે ઘાટ પે ભઈ હસનેકી ભીડ, જેઠાલાલ ચંદન ઘીસે ઐયર બૈઠા તીર..! (ઠોકો તાલ્લી..!) ‘તારક મહેતાના ઉલટા ચશ્મા’ એ સાલ્લી ભારે જમાવટ કરી છે હોંકેએએ? નહિ હસવાની ગાંઠ બાંધીને બેઠેલો પણ, એકવાર તો લપસી પડે..! આ સીરીયલે શું મૂઠ મારેલી કે, મૂઠછોકરીઓ પણ લગન કરતાં પહેલાં છોકરાને પૂછે કે, તારું બધ્ધું ચલાવી લઉં, પણ ‘તારા ઘરે ‘તારક મહેતાના ઉલટા ચશ્મા’ વાળી સીરીયલ આવતી હોય તો જ તારી ચૂંદડી ઓઢું, નહિ તો બાજી ફોક..! જેમ જેમ આ સીરીયલ જૂની થતી ચાલી , જાણે તેમ-તેમ જુવાન થતી ચાલી..! અમુકતો એવાં ખડ્ડૂસ કે, ડેઈટ પૂરી થઇ છતાં, આ સીરીયલનો કબજો છોડે નહિ.