હાસ્ય લહરી - ૭૧

  • 2.6k
  • 952

જો જીતા વો સિકંદર..!                  અમુકનો કલર આથમતી સંધ્યાએ જ પકડે એમ, શ્રીશ્રી ભગાને ઢળતી ઉમરે રાજકારણમાં ઝંપલાવવાનો ચટકો લાગ્યો. શરીરે મધમાખી વળગી હોય એમ, એક જ ધૂન દેશ સેવા એ જ પ્રભુ સેવા..! મા-બાપ કે પરિવારની સેવા કરવાનું ક્ષેત્ર નાનું પડ્યું હોય, એમ ઉપડી. જેવાં સ્થાનિક ચૂંટણીના બ્યુગલ સંભળાયા, એટલે બરમૂડા બાળીને ખાદીની બે-ત્રણ  જોડ પણ સિવડાવી લીધી. સદગત દાદાના ફોટા ઉપર ચઢાવેલો હાર ઉતારી, મહાત્મા ગાંધીજીના ફોટા ઉપર ચઢાવી દીધો. ને સાઈકલ ઉપર મહાત્મા ગાંધીજીનો ફોટો બાંધી પ્રચાર માટે નીકળી પડ્યો.  ગાંધીજીનું સૂત્ર ભલે સત્યમેવ જયતે’ હોય, પણ ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે..!’ ની હાકલ કરવા લાગ્યો. એના કપાળમાં કાંદા