હાસ્ય લહરી - ૬૮

  • 2.3k
  • 928

  ગણપતિબાપાને પ્રેમપત્ર..! પ્રિય બાપા....!                                     વ્હાલ વ્યકત કરવાની આ અમારી લેટેસ્ટ સ્ટાઈલ કહેવાય. જો કે એ પણ જૂની થઇ ગઈ. હવે તો અમે પણ અલોપ રહીએ, ને મોઢું બતાવ્યા વગર ‘ફેસબુક’ થી કારોબાર કરીએ..!  આપશ્રી ‘માઉસ’  રાખો, પણ ‘કોમ્પ્યુટર’ નહિ રાખો, એટલે આપને ખબર નહિ પડે. હવે તો ભાથામાં તીરને બદલે વ્હોટશેપ, ઈન્સ્ટાગ્રામ, વિડીયોકોલ, ટ્વીટ, સ્ટેટસ, ફેઈસ-ટાઈમ આવું બધું ફરી વળ્યું. જે નિશાળમાં લાઈનમાં (સખણા) નહિ રહેતાં, એ બધાં ઓન-લાઈનમાં આવી ગયાં..! અમારું મોઢું જોવા માટે અમારા મંદિર હવે અમારે જ બનાવવા પડશે. કોઈ અમારું મોઢું જોવા રાજી જ નહિ. ટોલનાકા જેવાં અળખામણા બની ગયા છે, બાપા..!  આ શસ્ત્રોનો