હાસ્ય લહરી - ૬૫

  • 2.2k
  • 826

કોરોના પણ એક વિદ્યાપીઠ છે..!                                      જ્યાંથી પણ કંઈ શીખવા મળે એ વિદ્યાપીઠ જ કહેવાય. બાકી કસ્સમથી કહું તો,  ‘ડાકણ-ભૂત-પિશાચ-જીન-આતંકવાદી કે તાલીબાની ઉપર કહો એટલાં પાનાં ભરી આપું. પણ ‘કોરોના’ વિષે લખવા બેસું, ને ગળાને બદલે નાક ખાંસતું થઇ જાય..! કોઈ ફાટેલ જમાદાર તતડાવી ગયો હોય એમ, ઢીલ્લોઢસ થઇ જાઉં. તતડી જવાય યાર..? ડર લાગ્યા કરે કે, હમણાં એકાદ ખૂણેથી ‘હાઊઊઊ’  કરતો કોરોના હુમલો કરશે. સાપ સૂતેલો હોય ત્યારે ‘આઈ લવ યુ’ કહેવા નહિ જવાનું..! બુઝર્ગોને કહા થા કી, સુતેલા સાપને છંછેડવો નહિ..! જંપીને જલશા કરોને યાર..! જંગલના સિંહ પણ જાણતા થઇ ગયાં કે, માણસ અને કોરોના વચ્ચે હાલ સાંઠગાંઠ ચાલે છે. થયું