ઋણાનુબંધ - ભાગ-9

(23)
  • 3.2k
  • 1
  • 2k

ઋણાનુબંધ ભાગ - ૯. છેવટે અમારો મેળાપ થવાનો હતો. છેલ્લે અમે મળ્યા એને આઠેક મહિના થઈ ગયા હતા પણ તેની સાથે ગાળેલી પત્યેક પળ વહેલી સવારની ઝાંકળની જેમ તાજી હતી. ઉપરથી શાંત દેખાતી પ્રિયા અંતરનાં પેટાળમાં ઘણુ ધરબીને બેઠી હતી. તેના મોહક સ્મિત સાથે વિરોધાભાસ સર્જતી ગંભીર કોરી કથ્થઈ આંખો મારી નજર સમક્ષ તરવરી ઉઠી. એ છોકરીને લીધે જ તો મારી માં મને મળી હતી. મારે એને ગળે મળવું હતું, બથ ભરીને રડવું હતું. આભાર માનવો હતો એનો. આ આઠેક મહિનામાં ઘણુ બધુ બની ગયું હતું. આ બધામાં એ ક્યાં હતી? એની સાથે શું થયું હતું? એ કયાં ચાલી ગઈ