‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 13-14

  • 2.9k
  • 1.4k

13 નિયાલમની સડક માંડ બે કિલોમીટર લાંબી હતી. આગળની સવારે એને પાર કરીને ગામની બહાર પહોંચ્યા તો સડક નામની વસ્તુ ગાયબ હતી. હવે અમારે આગળના ત્રણ દિવસ તિબેટની માટી ઉપર અમારો રસ્તો બનાવવાનો હતો. રોજ અઢીસો – ત્રણસો કિલોમીટરની મુસાફરી કરીને જ અમે માનસરોવર પહોંચવાના હતાં. નિયાલમની બહાર નીકળતાં જ ટ્રાફિક જામ મળ્યો. આગળ લ્હાસા જતી સડક બની રહી હતી. ક્રેનની ફેરી પૂરી થાય પછી જ ગાડી જઈ શકે તેમ હતું. અમે એક નાનકડાં પહાડને આમથી તેમ લઈ જવાનું દૃશ્ય જોઈ રહ્યાં હતાં. -     આ સડક બની જશે પછી ભારે સગવડ થઈ જશે. અમારી ગાડીમાં બેઠેલાં એજન્ટે કહ્યું. નિયાલમ લ્હાસા-નેપાળના