ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "હવે શું કરવું છે?" અમ્મા પૂછી રહ્યા હતા. "બસ, હવે ચંદ્રેશન ને ભીડાવવો છે. ગુરુ અન્ના અને ક્રિષ્નન સાથે."ડીઆઈજી એ હસતા હસતા કહ્યું. "પણ તમે એની સામે કેસ ફાઇલ કરી શકો છો?" અમ્મા એ કહ્યું. "અમ્મા,તમારી વિચારવાની પદ્ધતિ અને કાર્યશૈલી અલગ છે. તમે દરેક વાત માં અંતિમ પંક્તિમાં ઉભેલ લોકોના ઉત્થાનનું વિચારો છો પણ તમારી આજુબાજુ ના બની બેઠેલા તમારા વિશ્વાસુના વિચારો બદલાઈ ચૂક્યા છે. તેઓ માત્ર અને માત્ર પોતાનું વિચારે છે અને એના રસ્તા મા આવનારા તમામ એ લોકો